ARAVALLIMODASA

મોડાસાના બાજકોટ ગામના ઉંડા કુવામાં ગાય ખાબકતા યુવકો અને ફાયર બ્રિગેડની ટીમે ગાયને બચાવી લીધી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસાના બાજકોટ ગામના ઉંડા કુવામાં ગાય ખાબકતા યુવકો અને ફાયર બ્રિગેડની ટીમે ગાયને બચાવી લીધી

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં અને બાયપાસ રોડ પર રખડતા પશુઓના ધણના ધણ જોવા મળી રહે છે રખડતા પશુઓ અનેક વાર ખુલ્લી ગટર અને કૂવામાં ખાબકવાની ઘટનાઓ બની છે ત્યારે મોડાસા શહેરને અડીને આવેલ બાજકોટ ગામના કૂવામાં ગાય ખાબકતા અફડાતફડી મચી હતી ગામના જીવદયા પ્રેમી યુવકોએ ગાયને બચાવી લેવા પ્રયત્ન હાથધરી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોચી યુવકોની મદદથી ગાયને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધી હતી બાજકોટ ગામના કૂવામાં સોમવારે રખડતી ગાય ધડકાભેર ખાબકતા આજુબાજુ માંથી યુવકો સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા કૂવામાં તડફડિયા મારતી ગાયને બચાવવા યુવકોએ પ્રયત્નો આદરી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોચી કૂવાની અંદર ઉતરી ગાયને સ્થાનિક યુવકોની મદદથી બહાર કાઢી હતી ગાયનો જીવ બચી જતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો શહેરના માર્ગ પર ગાય સહિતના પશુઓને રખડતા છોડી મૂકનાર પશુપાલકો સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button