
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સખી મંડળને લોન આપતી ખાનગી ફાઇનાન્સ કંપનીનો કર્મી રોમિયો બની મહિલાની પજવણી કરતા, ફાઇનાન્સ કંપનીની શાખ દાવ પર

*મોડાસાના શ્યામનગર સોસાયટીમાં આવેલ ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડના સચિન ડાભી નામના કર્મીએ ગ્રામ્ય વિસ્તારની મહિલાને સતત કોલ અને વોટ્સઅપ કરી પજવણી કરતા ચકચાર*
*અરવલ્લી જીલ્લામાં સખી મંડળનું ફાઇનાન્સ કરતી કંપનીના કર્મીઓ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓનું લોન આપી શોષણ કરતા હોવાની ચર્ચા*
ગુજરાત સરકારના સખી મંડળની પહેલે ખરેખર મહિલા સશક્તિકરણનો મજબૂત પાયો નાંખી મહિલાઓ ને ભરપૂર આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનાવી છે.સખી મંડળને આર્થિક સહાય માટે માઈક્રો ફાઇનાન્સ કંપની લોન આપી રહી છે અરવલ્લી જીલ્લામાં માઈક્રો ફાઇનાન્સ કંપનીના કેટલાક કર્મીઓ મહિલાઓની આર્થિક તંગીનો ગેરલાભ ઉઠાવી શારીરિક શોષણ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મોડાસા શહેરના શ્યામનગર સોસાયટીમાં આવેલ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેનાર મહિલા માટે લોન દુઃસ્વપ્ન સમાન સાબિત થઇ હતી ખાનગી ફાઇનાન્સમાં ફરજ બજાવતા રોમિયો કર્મીએ મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ બની છેલ્લા બે દિવસથી સતત ફોન કોલ અને વોટ્સએપ્પ પર પજવણી કરતા મેસેજનો મારો ચલાવતા મહિલાએ તેના પતિને જાણ કરતા પતિ ફાઇનાન્સ કંપનીમાં રજુઆત કરવા જતા રોમિયો રફુચક્કર થઇ ગયો હતો મહિલાના પતિએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી
મોડાસા શહેરના માલપુર રોડ પર શ્યામનગર સોસાયટીમાં આવેલ ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ માંથી ગ્રામ્ય વિસ્તારના સખી મંડળે લોન લેતા સખી મંડળના સભ્યોના મોબાઈલ નંબર કંપની પાસે હોવાથી કંપનીમાં ફરજ બજાવતો બાલાસિનોર પંથકનો સચિન ડાભી નામના કર્મી એક મહિલાને એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાના નંબર પર સતત કોલ કરવાની સાથે 32 જેટલા મેસેજ કરતા મહિલાએ એક તરફી પ્રેમમાં પાગલ બનેલ કર્મીની કરતૂત અંગે તેના પતિને જાણ કરતા પતિ સમસમી ઉઠ્યો હતો અને ફાઇનાન્સ કંપનીના કર્મીને સબક શીખવાડવા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી
એક તરફી પ્રેમમાં પાગલ બનેલ સચિન ડાભીની હરકતો અંગે મહિલાના પતિ મોડાસામાં આવેલ ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડમાં પહોંચતા રોમિયો કર્મીને જાણ થતા ઓફિસ છોડી ફરાર થઇ ગયો હતો ફરજ પર હાજર મેનેજર અને અન્ય કર્મીઓને સચિન ડાભીની કરતૂત અંગે માહિતગાર કરી સડક છાપ રોમિયો સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરતા મેનેજરે તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની હૈયાધારણા આપી હતી ખાનગી કર્મીના મહિલાને પજવણી કરવાના કિસ્સાના પગલે યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો








