
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ગેડ ગામે અડસઠ પરગણા ઇસરી દસગામ રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનુ આયોજન કરાયું

મેઘરજ તાલુકાના ગેડ ગામે અડસઠ પરગણા ઇસરી દસ ગામ રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્ન નુ આયોજન ગેડ ગામે રામાપીર મંદિર પરિસર ખાતે સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ વાર આયોજિત સમૂહ લગ્નમાં કુલ 15 નવદમ્પત્તિ એ પ્રભુતાના પગલાં પાડ્યા હતા જેમાં સમગ્ર આયોજન સમાજના અગ્રણીયો તેમજ ઇસરી દસ ગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ રેવાભાઈ જે ચમાર, તેમજ લગ્ન સમિતિના પ્રમુખ જગદીશભાઈ જે ચમાર તથા ઉપ પ્રમુખ કોદરભાઈ અને મંત્રી શ્રી જ્યંતિભાઈ અને તમામ લગ્ન સમિતિ તેમજ નવદમ્પતિના માતાપિતા દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું.સમૂહ લગ્ન નો પ્રારંભ પૂર્વ જિલ્લા સદસ્ય બળવંત ડી રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, વધુમાં આ સમૂહ લગ્નમાં વિસ્તારના ધારાસભ્ય પી સી બરંડા તેમજ અન્ય વિવિધ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા જેમાં સમાજ દ્વારા મહેમાનો નુ સાલ તેમજ ફુલહાર આપી સન્માન કરવામાં આવ્યું હતું આમ મેઘરજ તાલુકાના ગેડ ગામે અડસઠ પરગણા ઇસરી દસ ગામ રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્ન નુ આયોજન થયું હતું જેમાં 15 જેટલા નવ દંપતી એ પ્રભુતાના પગલાં પાડ્યા હતા








