
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર : સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે માલપુર કિસાન ઉત્પાદન સંગઠન લિ.(એફ પી ઓ )


ભારત સરકાર પુરસ્કૃત યોજના 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન અંતર્ગત સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ એસ એફ એ સી અને કારવિન સિડ્સ અમદાવાદ માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખેડૂતો દ્વારા માલપુર કિસાન ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવી છે જેમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા નિર્મલભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે માલપુર કિસાન ઉત્પાદન સંગઠન ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની ખરીદીથી લઈને માર્કેટિંગ સુધીની તમામ પ્રકારની સુવિધાઓ એપ પી ઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે આવનારા દિવસોની અંદર એફ પી ઓ દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર બિયારણ અને દવા તથા પ્રોસેસિંગ કસ્ટમ હાયરિંગ કોમન સર્વિસ સેન્ટર કૃષિ સલાહ કેન્દ્ર ખેડૂત મોલ જેવા વિવિધ વિકલ્પો દ્વારા ખેડૂતોને સહાય રુપ બનવા માટે કટિબન્ધ છે આથી માલપુર તાલુકાના સર્વ ખેડૂતો એફપીઓ માં સભ્ય તરીકે જોડાઈ એફપીઓ ને સદ્ધર બનાવી એ કારણ કે સંગઠન એજ શક્તિ








