
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો.

એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ નો શુભેચ્છા સમારંભ તેમજ વિદાય સમારંભ યોજાઈ ગયો હતો જેમાં આ કાર્યક્રમ અંતર્ગત મંડળના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો શાળામાં સૌ પ્રથમ શાળામાં વિધાર્થીનીઓ દ્વારા આમન્ત્રિત મહેમાનો ને સ્વાગતગીત દ્વારા આવકાર્યા હતા ઉપરાંત શાળાના આચાર્ય શ્રી તેમજ શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ ને પરીક્ષા લક્ષી સૂચનો તેમજ આશિષવચન આપ્યા હતા.બોર્ડ ની પરીક્ષામાં આગામી સમયે જે વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે તે માટે વિધાર્થીઓ ને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું વધુમાં શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા પોતાના મંતવ્યો અને અનુભવો રજુ કર્યા હતા અને શાળાના પરિવારને ને ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ એ અલ્પાહાર આપી વિદાય લીધી હતી.આ પ્રંસગે મંડળના પ્રમુખ,મંત્રી હોદ્દેદારો,આમન્ત્રિત મહેમાનો,શિક્ષકો,વિધાર્થીઓ સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે શાળાના શિક્ષક દ્વારા આભાર વિધિ કરી શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો હતો








