
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની ઈસરી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું

મેઘરજ તાલુકાની સી.આર.સી. ઈસરી ની ઈસરી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં તાલુકામાંથી માનનીય યોગેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત મેઘરજ , માનનીય બીઆરસી સાહેબશ્રી મેઘરજ, ગામના સરપંચ બેનશ્રી, સી.આર.સી.શ્રી નવાગામ અલ્પેશભાઈ અને સી.આર.સી.શ્રી ઈસરી, એસએમસી અધ્યક્ષ, તાલુકા એમ આઈ એસ શ્રી પરેશભાઈ, એસ.એમ.સી.ના અન્ય સભ્યો તથા શાળા ગણ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ માનનીય બીઆરસી સાહેબશ્રી અને પરેશભાઈ દ્વારા તમામ બાળકોને સુદર સમજ આપવામાં આવી સૌનો શાળા પરિવારે આભાર માન્યો હતો
[wptube id="1252022"]








