
અરવલ્લીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવ વર્ષના સગીરે ચાર વર્ષના માસૂમ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. સગીરે ચોકલેટની લાલચ આપીને માસૂમ સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ અંગે ભોગ બનનારની માતાએ એ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીરની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર નવ વર્ષના સગીરે ચાર વર્ષના માસૂમને ચોકલેટની લાલચ આપીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ભોગ બનનારની માતાએ એ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૃત્ય આચારનાર સગીરની તાત્કાલિક અટકાયત કરી છે. જિલ્લા બાળસુરક્ષા કચેરીના અધિકારીઓએ તાત્કાલિક આરોપી સગીર અને ભોગ બનનારનું કાઉન્સિલિંગ હાથ ધર્યું છે. આરોપી અને ભોગ બનનાર સાવ નાની ઉંમરના હોવાથી પોલીસ પણ વીમાસણમાં પડી છે.









