
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના નવીઇસરી ગામેથી ૪૫ વર્ષીય મહિલાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી : પતિ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ
મેઘરજના સુરપુરપાદર ગામની એક ૪૫ વર્ષીય મહિલાને પતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મારે બીજી પત્ની લાવવાનીછે તને રાખવાની નથી તેમ કહીને અવાર નવાર ઝગડો કરીને મહિલાને માનસિક અને શારીરીક ત્રાસ આપી મહિલાને આત્મહત્યા કરવા સુધી દુષ્પેરણ કરતાં મહિલા એ આખરે પોતાના પિયર નજીક જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી જે ઘટનામાં મહિલાના પતિ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ છે

નવીઇસરી ગામની જ્યોત્સનાબેન ગોધા ના લગ્ન બાવીસ વર્ષ અગાઉ સુરપુરપાદર ગામના લાલા કચરા પગી સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા જ્યોત્સનાબેનને બે સંતાનોછે લાલાભાઇ પગી સેન્ટીંગનુ કામકાજ કરતો હોય તેને અન્ય મહિલા સાથે પ્રેમ સબંધ હોવાથી જ્યોત્સનાબેનને વારંવાર માનસિક અને શારીરીક ત્રાસ આપતો હતો પતિના ત્રાસથી કંટાળી મહિલા અનેક વાર પોતાના પિયર ખાતે જતીરહેતી હતી પિયરીયા મહિલાને સમજાવી પોતાની સાસરી મુકી આવતા હતા તા.૭/૭/૨૦૨૩ ના રોજ મહિલાના બંન્ને ભાઇ પોતાના ગામ નવીઇસરી ખાતે આવેલ ખેતરમાં ગયા હતા તે વખતે બાજુમાં ઝાડ પર કોઇ મહિલા લટકતી દેખાતાં બંન્ને ભાઇ પોતાના ઘરે આવી ગયા હતા અને બંન્ને ભાઇ સુરપુરપાદર ગામે બહેનને ત્યાં ગયા હતા અને ત્યાં બહેનના સસરાને પુછ્યુ હતુ કે મારી બહેન જ્યોત્સના ક્યાછે જેથી તેમણે જણાવ્યુ હતુ કે તારી બેન અહીથી રાત્રે નીકળી ગયેલછે જેથી બન્ને ભાઇ ઘરે આવીને કુટુંબી જનોને વાત કરી બધા ઘટના સ્થળે જઇ જોયુતો જ્યોત્સના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મ્રુત મળી આવી હતી જે ઘટનાની ઇસરી પોલીસને જાણ કરી મહિલાના મ્રુતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો જે ઘટનામાં મ્રુતક મહિલાના ભાઇ રાયચંદ ભાથી ગોધા એ ઇસરી પોલીસમાં આરોપી.લાલા કચરા પગી રહે.સુરપુરપાદર તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી








