અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા શહેરમાં ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ માટે દુકાન ભાડે આપનાર 6 લોકો સામે ગુન્હો નોંધાયો, ફટાકડાની દુકાનોં
મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાવહ વિસ્ફોટ પછી ભીષણ આગમાં ચાર શ્રમિકો ભડથું થવાની ઘટના પછી તંત્ર દોડતું થયું છે શહેરમાં ફટાકડાના ગોડાઉન અને દુકાનોમાં તપાસનો ધમધમાટ યથાવત રહ્યો છે ત્યારે મહેશ્વરી ક્રેકર્સના વહીવટદાર દેવકીનંદનને ફટાકડા સંગ્રહ કરવા દુકાન ભાડે આપનાર દુકાન માલિકો સામે પોલીસે લાલ આંખ કરી દુકાનના માલિકો સામે ગુન્હો નોંધાતા દુકાન માલિકો દોડતા થઇ ગયા છે
મોડાસા ટાઉન પોલીસે મોડાસા શહેરના ભેરુંડા રોડ પર આવેલ ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્ષમાં ગોડાઉન ભાડે મહેશ્વરી ક્રેકર્સના વહીવટદાર દેવકીનંદનને આપવું ભારે પડ્યું છે રહેણાંક વિસ્તારની નજીક ગોડાઉન ભાડે આપનાર 1)કૌશરબાનું આબિદહુસેન કાજી,2) સફિકાબાનું આબિદહુસેન કાજી,3)આબિદહુસેન જીવામિયા કાજી,4)મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વહીવટ કરતા દેવકીનંદન મહેશ્વરી સામે માણસોની જંદગી જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે ફટાકડા સંગ્રહ કરવાનો ગુન્હો નોંધાયો છે
મોડાસા રૂરલ પોલીસે મોડાસાના બાજકોટ ગામની સીમમાં ફટાકડાના ગેરેકાયદેસર સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખનાર મનોરથ મહેશ્વરી અને ગોડાઉન ભાડે આપનાર માલિક હદીબેન રામભાઈ કોહ્યા ભાઈ પટેલ (રહે, મૂળ વરથું અને હાલ રહે નવા નરોડા સામે) ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી








