ARAVALLIMEGHRAJ

મેઘરજ : બાંઠીવાડા પ્રા. શાળાના 55 બાળકોનો લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા દ્વારા સાયન્સ સિટી ખાતે પ્રવાસ યોજાયો.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : બાંઠીવાડા પ્રા. શાળા ના 55 બાળકોનો લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા દ્વારા સાયન્સ સિટી ખાતે પ્રવાસ યોજાયો.

બાંઠીવાડા પ્રાથમિક શળાના વિદ્યાર્થીઓને લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી મોડાસાના સંચાલિકા ચંદનબેન પટેલ દ્વારા સાયન્સ સીટી ના પ્રવાસની મંજૂરી મળતા ગત તારીખ 1 /3 /2023 ના રોજ બાઠીવાડા પ્રાથમિક શાળાના 51 વિદ્યાર્થીઓ તથા ચાર શિક્ષકો સમેત કુલ 55 વ્યક્તિઓનો સાયન્સ સીટી નો પ્રવાસ યોજાયો જેમાં એક્વેરિયમ ગેલેરી, નેશનલ પાર્ક ,સાયન્સ કાર્નિવલ વિજ્ઞાન ભવન તથા આઈ મેક્સ થિયેટરમાં ધ વોક ઓફ ધ મૂન પિક્ચર જોવાની તક મળી .સરકારી પ્રાથમિક શાળાના ગ્રામ્ય વિસ્તારના બાળકો આ અમૂલ્ય લાહવા બદલ ખુબ જ ખુશ થઈ ગયા અને શાળા પરિવારે લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસાનો ખુબ ખુબ આભાર માન્યો છે

[wptube id="1252022"]
Back to top button