ARAVALLIMODASA

દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ ની કરુણતા, રખડતી માદા શ્વાનની સ્તનગ્રથીનાં કેન્સરની ગાંઠ નું ઓપરેશન કરવામાં આવ્યું. 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ ની કરુણતા, રખડતી માદા શ્વાનની સ્તનગ્રથીનાં કેન્સરની ગાંઠ નું ઓપરેશન કરવામાં આવ્યું.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથાર પાસેથી મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના મોટી બોરડી ગામ ખાતે એક માદા શ્વાન ૩-૪ મહિનાથી સ્તનગ્રંથીનાં કેન્સરની ગાંઠ થી પીડાતી હતી. જે ગામના જાગૃત જીવદયા પ્રેમી મહેશભાઈ ગઢવી એ ૧૯૬૨ ગુજરાત સરકાર નાં એનિમલ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર નો સંપર્ક કર્યો હતો. જેનો ઇમરજન્સી કોલ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં નાં ડૉ. અજયને મળતા ડોકટર અને ડ્રેસર રસિકભાઈ તાત્કાલિક સ્થળે પહોંચી માદા શ્વાન ની ચકાસણી કરી હતી.

માદા શ્વાન સ્તનગ્રંથી કેન્સર ની ગાંઠ થી ગણા સમયથી પીડાતી હતી. તેથી પશુ ચિકિત્સક અને તેમની ટીમ દ્વારા ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.જેમાં અન્ય બે પશુ ચિકિત્સક ડૉ. કામિન અને ડૉ. હેમંત તેમની ટીમ સાથે સ્થળ પર હાજર થઈ ઓપરેશન કરવાનું શરૂ કર્યું હતું અને આશરે ૩:૩૦ કલાક ની ભારે જહેમત બાદ સફળ ઑપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં માદા શ્વાન ને ૧૩ ટાંકા લેવામાં આવ્યા હતા.

પ્રોજેક્ટ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા પશુ ચિકિત્સકો ની ટીમની પ્રશંસા કરી હતી. દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ દ્વારા માદા શ્વાનને નવ જીવન આપવામાં આવ્યું તેથી ગ્રામ જનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગુજરાત સરકાર ની યોજના નો આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button