ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત દ્વારા બનાવાતા RCC રોડ ની તપાસ અધ્ધર તાલે…! SO દ્વારા ગ્રામ પંચાયતોનો બચાવ…?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત દ્વારા બનાવાતા RCC રોડ ની તપાસ અધ્ધર તાલે…! SO દ્વારા ગ્રામ પંચાયતોનો બચાવ…?

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તેમજ વિવિધ ગ્રાન્ટો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટનો ઉપયોગ કરી આરસીસી રોડ બનાવવામાં આવે છે પરંતુ આજે કડવી હકીકત એ છે કે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આરસીસી રોડમાં મસ મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે જેની અંદર આજે પણ કેટલાક વિસ્તારમાં એસ્ટુમેન્ટ પ્રમાણે રોડ બનતા નથી તો રોડની અંદર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે અને કામ પૂર્ણ થયાના ગણતરીના દિવસો તેમજ મહિનાઓની અંદર રસ્તો જ ભ્રષ્ટાચાર ની પોલ ખોલી દે છે તેવા દાખલા ગામોની અંદર આજે પણ જોવા મળી રહ્યા છે આ બાબતે સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ના આજે 7 દિવસથી વધુ સમય થયો છતાં તપાસના બાબતે નિષ્ક્રિય જોવા મળી રહી છે વધુ માં તપાસ તો એક બાજુ પરંતુ તંત્ર દ્વારા ગ્રામપંચાયતો નો ખુલ્લો બચાવ કરવામાં આવી રહયો છે આ બાબતે મેઘરજ SO ને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે જાણે એ આ બાબતે અજાણ હોય એ રીતે વાત કરતા કહ્યું હતું કે મારે આખા તાલુકાની તપાસ કઈ રીતે કરવી અને રસ્તાની તપાસની બાબતે તાલુકા વિકાસ અધિકારી એ કોઈ કાગળ કે કોઈ પણ વાત કરી નથી તપાસ બાબતે આમ જવાબદાર તંત્ર તરીકે એક નિષ્ક્રિયતા હોય અથવા જે તે પંચાયત નો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે આજે પણ રસ્તાની બાબતે મેઘરજ તાલુકામાં તપાસ થાય મસ મોટો ભ્રસ્ટાચાર બહાર આવી શકે તેમ છે

મેઘરજ તાલુકા ની અંદર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આરસીસી રોડની અંદર મસ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આ બાબતે જો વિઝીલિયન્સ ટિમ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આરસીસી રોડના ટેસ્ટ રિપોર્ટ લેવામાં આવે તો ગ્રામ પંચાયતના બનાવેલા આરસીસી રોડ ની અંદર મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહીં

મેઘરજ તાલુકામાં RCC રોડની દયનિય હાલત આજે પણ જોવા મળે છે છતાં પણ નવાઈની વાત એ છે કે તંત્ર દ્વારા રસ્તાના કામોના બીલો પણ ગણતરીમાં જ પાસ કરી દેવામાં આવે છે ત્યારે આ બાબતે ખરેખર જો યોગ્ય તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે છે બીજી તરફ હાલ પણ આ બાબતે આરસીસી રોડ બન્યા પછી તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો કામની ગુણવત્તા હલકી જોવા મળે તો આ બાબતે કામોના બિલો પણ અટકાવવા જોઈએ તે ખૂબ જરૂરી બન્યું છે ત્યારે હાલ તો આ બાબતે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ની યોગ્ય તપાસ કરવામાં આવે અને છેલ્લા બે થી ત્રણ મહિનાની અંદર બનાવવામાં આવેલા આરસીસી રોડની મુલાકાત લઇ તાલુકા વિભાગ અધિકારી જો તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર પણ આવી શકે છે

[wptube id="1252022"]
Back to top button