કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ સાથે એક શખ્સને ઝડપી લીધો
કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ સાથે એક શખ્સને ઝડપી લીધો

જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠક્કર નાં માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર અનિરુધ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન નાં ગુનાઓ અટકાવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ દલ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ કાળુભાઈ સીસોદીયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા,ભાયાભાઈ મેરામણભાઈ કરમટા પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે એલ કે હાઈસ્કૂલ પાસે શંકાસ્પદ હિલચાલ કરતાં એક શખ્સ હાથમાં થેલો લઈને આવતો હોય પોલીસ ને જોઈ આડોઅવળો થવાનો પ્રયત્ન કરતાં કોર્ડન કરી થેલો ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોય પાસ પરમીટ માંગતા ન હોવાથી પંચો ને બોલાવી સમજ આપી પુછપરછ કરવામાં આવતાં રોહનગીરી વલ્લભગીરી અપારનાથી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ કિંમત રૂપિયા ૪૮૦૦/- ધોરાજી તાલુકાના ચિચોડ ગામના રહીશ પ્રતાપસિંહ દરબાર પાસેથી લીધી હોવાનું તપાસમાં બહાર આવતાં બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા પ્રતાપસિંહ દરબાર રહેવાસી ચિચોડ તાલુકો ધોરાજી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને કેશોદમાં કોને આપવાનો હતો એની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ દલ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










