ARAVALLIMODASA

અરવલ્લી : તસ્કરોની ધીંગી ખેપ, માલપુરના મંગલપુરમાં બંધ મકાનમાંથી 29.50 લાખના આભૂષણની ચોરી, LCB, SOG, માલપુર પોલીસ દોડી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : તસ્કરોની ધીંગી ખેપ, માલપુરના મંગલપુરમાં બંધ મકાનમાંથી 29.50 લાખના આભૂષણની ચોરી, LCB, SOG, માલપુર પોલીસ દોડી

અરવલ્લી જીલ્લામાં ઠંડીની જમાવટ સાથે તસ્કર ટોળકીઓ સક્રિય થતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે માલપુર તાલુકાના મંગલપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી અધધ 29.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાના પગલે માલપુર, એલસીબી અને એસઓજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો માલપુર નગર અને ગ્રામ્ય વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

માલપુર તાલુકાના મંગલપુર ગામના અને કોયલીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા એક મહિનાથી મોડાસાની સંગીની રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે શનિવારે મંગલપુરમાં આવેલ ઘર બંધ કરી ઉત્તરાયણ માટે મોડાસા રોકાયા હતા ત્યારે ઉત્તરાયણની રાત્રે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલી ત્રણ તિજોરી તોડી નાખી તિજોરીમાં રાખેલ સોનાના 29.50 લાખના આભૂષણો ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા પાડોશીએ જયેન્દ્રસિંહ રાઠોડને ઘરના દરવાજા આગળ રહેલી લોંખડની જાળીનું તાળું તૂટેલું હોવાનું જણાવતા તાબડતોડ મંગલપુર પહોંચી ઘરમાં માલસામાન વેરવિખેર હાલતમાં હોવાનું અને ત્રણ તિજોરીના દરવાજા તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા તિજોરીમાં રાખેલ તેમના તેમની દીકરી અને ભાઈના સાચવવા રાખેલ સોનાંના દાગીનાની ચોરી થઇ હોવાનું જણાતા આભ તૂટી પડ્યું હતું ચોરી ની ઘટનાની જાણ માલપુર પોલીસને કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલે મંગલપુર ગામમાં એક મકાનમાંથી અધધ 29.50 લાખના દાગીના ચોરીની ઘટનાને ગંભીરતા પૂર્વક લઇ એલસીબી એસઓજી પોલીસને ચોરીના ગુન્હાનો ઝડપથી ભેદ ઉકેલવા તપાસનો આદેશ આપતા એલસીબી, એસઓજી પોલીસ મંગલપુર ચોરી સ્થળે પહોંચી તપાસનો દોર આરંભ્યો હતો

[wptube id="1252022"]
Back to top button