મોરબી -ઓમ એડવાન્સ કાન,નાક ગળાની હોસ્પિટલ ખાતે કાન.નાક ગળાની જટિલ શસ્ત્ર ક્રિયા નો વર્કશોપ નુ આયોજન કરાયું..

ઓમ એડવાન્સ કાન,નાક ગળાની હોસ્પિટલ ખાતે કાન.નાક ગળાની જટિલ શસ્ત્ર ક્રિયા નો વર્કશોપ નુ આયોજન કરાયું..

ગયા અઠવાઙીયે તા.૭ ત્થા ૮ જાન્યુઆરી શનિવાર ત્થા રવિવાર બે દિવસ મોરબી ની ઓમ એડવાન્સ કાન,નાક ગળાની હોસ્પિટલ ખાતે કાન.નાક ગળાની જટિલ શસ્ત્ર ક્રિયા નો વર્કશોપ નુ આયોજન કરેલ…જેમા વિશ્વ વિખ્યાત સર્જન ડો.સતિષ જૈન દ્વારા બે દિવસમા લગભગ 14 જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિ થી કરવામા આવેલ.આ વર્કશોપ મા રાજયભર ના 118 જેટલા ઈ.એન.ટી. સર્જનોએ હાજરી આપી..તથા આ વર્કશોપ નુ યુ ટ્યુબ પર પણ જીવંત પ્રસારણ કરવામા આવ્યુ..આ વર્કશોપ ને સફળ બનાવવા ડો.હિતેશ પટેલ..ડો.પ્રેયસ પંડ્યા .ડો.કૃતિકા શાહ અને ડો.અજય સાનગાણી છેલ્લા બે મહિનાથી અથાગ મહેનત કરી હતી.હજુ સુધી મોરબી જેવા નાના સીટી મા આવો વર્કશોપ ગુજરાત મા ક્યાય થયો નથી. અને આ વર્કશોપ મા ઈ.એન.ટી. સર્જનો મોટી સંખ્યામા ઉપસ્થિતિ રહ્યા હતા…









