Gandhinagar : રાજ્યપાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતના બિલને આપી મંજૂરી

તાજેતરમાં વિધાનસભા ગૃહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત મામલે ગૃહમાં સુધારા વિધ્યક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, આ બીલમાં કોંગ્રેસ પક્ષ સહિત આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ કર્યો હતો, તેમ છતાંય સરકાર બહુમતીના જોરે ગૃહમાં પસાર કર્યું હતું અને બિલ રાજ્યપાલની મજુરી માટે મોકલવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ બીલને મજૂરી આપી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ કરીને ઝવેરી કમીશન પચની રચના કરી હતી, કમિશને રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારને સોંપ્યો હતો અને ત્યારબાદ સરકારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ સુધારા બિલ ગૃહમાં રજૂ કર્યું હતું.
જો કે આ બીલને લઈને બને પક્ષો વચ્ચે ભારે તર્ક વિતર્ક થયા હતા, અને અંતે કોંગ્રેસના વિરોધ વચ્ચે સરકારે બહુમતીથી બિલ ગૃહમાં પાસ કર્યું હતું, બિલ પાસ થાય બાદ રાજ્યપાલની મંજૂરી માટે બિલ મોકલવામાં આવ્યું હતું.
વિધાનસભા ખાતે પસાર થયેલા અનામત બિલ ને રાજ્યપાલ દ્વારા આજે 30 સપ્ટેમ્બરે મજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે રાજ્ય ચૂંટણી આયોગ આગમી દિવસોમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેશે. રાજ્યપાલની મંજૂરી બાદ વિભાગ દ્વારા આગામી દિવસોમાં નોટીફિકેશન બહાર પડાશે. નોટીફિકેશન બાદ અનામત મુજબ બેઠક ફેરફાર કરવામાં આવશે. જો કે નોટિફિકેશન આવ્યા બાદ 7 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચુંટણી માટે રસ્તો સાફ થશે.










