કાલોલ ખાતે સુરત મોટી ગાદીના ગાદીપતિ સૈયદ અલાઉદ્દીન રફાઇ સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો

તારીખ ૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સ્થિત જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ (ઉર્ફે રિફાઈ સાહેબ) ની સજ્જાદગીમા કાલોલ શહેરમાં સજજાદા નશિન નાં પ્રમુખસ્થાને અને હઝરત સૈયદ લતીફૂદ્દીન શાહ રિફાઇ બાબાની રાહબરી હેઠળ વીલાદતે હઝરત સૈયદ મોલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ ના ઉર્ષના અવસરે કાલોલ પજેતન ફ્રેન્ડ સર્કલ (રોયલ ગ્રુપ) દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં રાતીબે રિફાઈ નો જલાલી આ કાર્યક્રમમાં સુરત શહેરની ખાનકાહ એ કલા મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફુદ્દિનશાહ રિફાઈ સાહેબના પુત્રો હજરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ જલાલી રિફાઈ કાર્યક્રમમાં સજ્જાદા નશિન પુત્રો પીરઝાદા સૈયદ કબીરૂદ્દિન રિફાઈ તેમજ હજરત સાહેબના પુત્રો પીરઝાદા સૈયદ અમીનુદ્દિન રિફાઈ સાહેબ નાં આગમનથી મુરીદો (શિષ્યો) માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.રાતીબે રિફાઈના આ જલાલી જલ્સામા અલ્લાહ ની હમ્દ નાત શરીફ મનકબત તથા જલાલી રફાઇ કરતબો બતાવી જલ્સામા હાજર લોકો મગ્નમુધ થયા હતા.સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું. કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે પજેતન ફ્રેન્ડ સર્કલ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






