
તા.૨૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે ૩૧મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે દિપપ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રીશ્રીએ રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં સરકારશ્રીની કામગીરીને ધબકતી રાખતી પંચાયતોના કર્મચારીઓ માટે કરવામાં આવેલું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રશંસનિય છે. આવી રમતોના આયોજન દ્વારા કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વીકસે છે અને કામ કરવાનો જુસ્સો બમણો થાય છે.

મંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના પ્રમુખશ્રી મયુરધ્વજસિંહ ઝાલા અને તેની સમગ્ર ટીમની કામગીરીને બીરદાવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરે પ્રાસંગીક ઉદબોધન કરીને તમામ ટીમને પોતાની શ્રેષ્ડ પ્રદર્શન કરવા માટે જુસ્સો પુરો પાડ્યો હતો.

આ તકે મંત્રીશ્રીએ રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ ક્રિકેટ રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ ખેલાડીઓને બેટ પર હસ્તાક્ષર કરીને આપ્યા હતા.
૩૧મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં તા. ૨૬ થી ૩૧ મે સુધી ચાલશે જેમાં ૩૦ જિલ્લા પંચાયતના કુલ ૬૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. હાલમાં ગરમીના કારણે મોટાભાગના મેચ વહેલી સવારે અને રાત્રીના સમયે રમાડવામાં આવે છે.
આ તકે ડેપ્યુટી ડીડીઓ શ્રી પરમાર, જિલ્લા પંચાયતના આરોગ્ય્ વિભાગના ડો. નિલેષ રાઠોડ, સહિત તમામ જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








