અરવલ્લી : મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે અનુસૂચિત જાતિ અને ધાર્મિક લાગણી દુભાય એવું ભાષણ આપવા મામલે ટાઉન પોલીસ મથકે ગુન્હો
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે અનુસૂચિત જાતિ અને ધાર્મિક લાગણી દુભાય એવું ભાષણ આપવા મામલે ટાઉન પોલીસ મથકે ગુન્હો નોધાયો.
ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાઈ એવા ભાષણ આપનાર સામે હવે,ગુજરાત પોલીસ કાચું કાપવા માંગતી નથી,જૂનાગઢમાં ધાર્મિક લાગણી દુભાય એવા ભાષણ આપવા મુદ્દે,પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની,મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે,જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે,ગત ૨૪ ડિસેમ્બર 2023ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અને અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય એવુ ભાષણ આપવા મામલે ટાઉન પોલીસ મથકે આરોપી મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે.જેમાં ટાઉન પીઆઇ ડિ કે વાઘેલા ફરિયાદી બન્યા છે અને હાલ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ,DY-SP, L C B, S O G સહિત પોલીસ ની ટીમે તપાસ હાથ ધરી છે,








