ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મહિલા સશક્તિકરણ જીલ્લા પંચાયત પ્રમુખ, ચાર તાલુકા પંચાયત અને બાયડ નગરપાલિકા પ્રમુખ પદ પર મહિલા બિરાજશે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મહિલા સશક્તિકરણ જીલ્લા પંચાયત પ્રમુખ, ચાર તાલુકા પંચાયત અને બાયડ નગરપાલિકા પ્રમુખ પદ પર મહિલા બિરાજશે

અરવલ્લી જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા અને જીલ્લા પંચાયત પ્રમુખ મહિલાઓનો દબદબો

અરવલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અઢી વર્ષ પૂર્ણ થતા નવી ટર્મ માટે અરવલ્લી જીલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ વરણીમાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ,મેઘરજ,મોડાસા,બાયડ અને માલપુર પંચાયત તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ તરીકે ભાજપે મહિલાઓ પર કળશ ઢોળ્યો છે અન્ય બે તાલુકા પંચાયત અને મોડાસા નગરપાલિકા પ્રમુખ પુરુષ પ્રધાન રહેશે

અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર,ઉપ પ્રમુખ તરીકે નિર્ભયસિંહ બહાદુરસિંહ રાઠોડ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સ્નેહલબેન મીતકુમાર પટેલ, ઉપ પ્રમુખ તરીકે કિરણબેન અશોકભાઈ પ્રજાપતિ,મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જયાબેન પ્રવીણભાઈ મનાત,ઉપ પ્રમુખ તરીકે શારદાબેન પરષોત્તમભાઈ ડામોર,બાયડ તાલુકા પ્રમુખ તરીકે પારૂલબેન અમૃતભાઈ પટેલ,રણજીતાબેન શૈલેષભાઇ ખાંટ,માલપુર તાલુકા પ્રમુખ તરીકે ભાગ્યશ્રી નીરવભાઈ પંડ્યા,ઉપ પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ નાથાભાઈ પટેલ તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ તરીકે ભાવનાબેન અતુલકુમાર જોશી અને ઉપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર નાથાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી

ભિલોડા તાલુકા પ્રમુખ તરીકે ધનજીભાઈ મરતાજી નિનામા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન જ્યંતિભાઈ પારઘી અને ધનસુરા તાલુકા પ્રમુખ તરીકે હસમુખભાઈ જેઠાભાઇ પટેલ ઉપ પ્રમુખ તરીકે હર્ષદગીરી ઉદયગીરી ગોસ્વામી અને મોડાસા નગરપાલિકા પ્રમુખ તરીકે નીરજ શેઠ અને ઉપ પ્રમુખ તરીકે રોહીત પટેલની વરણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button