GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રામપર નવા નાગડાવાસ ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી માટે વિવિધ કાર્યક્રમનું આયોજન

MORBI:મોરબીના રામપર નવા નાગડાવાસ ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી માટે વિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી,સમગ્ર દેશ-દુનિયાની સાથે સાથે મોરબી પંથકમાં અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ છે, ગામેગામ સોસાયટી સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન જેવા કાર્યક્રમોનું આયોજન થયેલ છે ત્યારે મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે ભગવાન રામલલ્લાની વધામણી કરવા માટે ખાનડીયાં ઠાકર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે.

તા.21/1/24 નાં રોજ રાત્રે રામધૂન, તા.22/1/24 નાં રોજ સવારે ભવ્ય કળશયાત્રા, દાંડિયારાસ, તેમજ ભવ્ય આરતીનુ હરખભેર આયોજન કરવામાં આવ્યું છે. બપોરે મહાઆરતી બાદ આખા ગામનું મહાપ્રસાદ પણ રાખી ઉજવણી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આખા ગામના સ્કૂલ, પ્રવેશદ્વાર, ચોક, તમામ છત પર ધ્વજારોહણ કરવામાં આવનાર છે તથા રામમંદિરની સુંદર સજાવટ કરવાની તૈયારીઓ જોશભેર ચાલુ છે.

[wptube id="1252022"]
Back to top button