
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત સ્વસ્થ અને નિરોગી રહે એ ઉદ્દેશયથી યોગ બોર્ડ કાર્યરત કરાયું છે. જેના દ્વારા દરેક જિલ્લામાં યોગની નિયમિત તાલીમ મળી રહે એ માટે યોગ ટ્રેનરોને તાલીમ આપવા માટે, ડાંગ જિલ્લામાં પણ ચાર જેટલા યોગ કોચની રાજ્ય સરકારે નિમણુંક કરી છે.
(૧) સરિતાબેન ભોયે, સંપર્ક નંબર : ૬૩૫૩૨ ૦૮૬૬૨, (૨) નેહાબેન કાપડિયા, સંપર્ક નંબર : ૯૫૬૧૩ ૫૬૮૨૮, (૩) સુમનબેન ગાયકવાડ સંપર્ક નંબર : ૭૮૬૩૮ ૧૯૩૬૨, અને (૪) છગનભાઇ ચોર્યા, સંપર્ક નંબર : ૯૪૨૭૩ ૩૯૩૬૦.
આ યોગ ટ્રેનરો તાલીમ લઈ, યોગના વર્ગો ચલાવી, ગુજરાત સરકારનુ માન્યતાવાળું પ્રમાણપત્ર આપશે. આ ટ્રેનર્સને માનદ વેતન પણ આપવામાં આવશે.
જેથી જેમણે આ કોર્ષમાં જોડાવું હોય તો www.gsyb.in પર નામ નોંધણી કરાવી તેની વિગતો દર્શાવેલ નંબર ઉપર કોચને મોકલી આપવી. જેથી તેઓ આપને યોગ વર્ગમાં બોલાવી શકે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ડાંગ જિલ્લા યોગ કો-ઓરડીનેટરનો મોબાઇલ નંબર : ૯૦૧૬૬ ૨૩૮૨૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.









