
તા.૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નાગરિકોને ૧૭ જુનથી જનસેવા કેન્દ્ર અને પુરવઠાની સવલતો રાબેતા મુજબ મળી શકશે
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઈને કલેકટરશ્રી પ્રભવ જોશીએ લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે ત્યારે તા.૧૪,૧૫ અને ૧૬ જૂન એમ ત્રણ દિવસ નાગરિકોના હિતાર્થે તમામ “જનસેવા કેન્દ્રો” તથા પુરવઠા વિભાગની તમામ ઝોનલ ઓફિસ બંધ રહેશે. આથી સંબંધિત નાગરિકોને આ સેવાઓનો લાભ ૧૭ જૂનથી રાબેતા મુજબ મળી શકશે, જેની સર્વે નાગરીકોએ નોંધ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]








