AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
દિલ્હીમાં ન્યાયની માંગ સાથે બેઠેલા ‘પહેલવાનો’ના સમર્થનમાં યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં બેઠેલા ‘પહેલવાનો’ના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરીને બસ રોકીને કેન્દ્ર સરકાર સામે નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ વનોલે કહ્યું હતું કે કેન્દ્રમાં બેઠેલી સરકાર દ્વારા જે લોકોએ દેશનું નામ રોશન કર્યું છે તેઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે, દેશ માટે ‘પહેલવાનો’ એ મેડલો જીત્યા છે, દુનિયાભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે, હાલની કેન્દ્ર સરકાર પણ આંખ આડે હાથ દઈ દીધા છે. અને ‘પહેલવાનો’ને અન્યાય કરી રહી છે. યુવા કોંગ્રેસની માંગ છે કે પહેલવાનોનું શોષણ કર્યું છે તેઓને તાબડતોડ જેલના હવાલે કરવામાં આવે તેવું તેઓએ જણાવ્યું હતું અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરએ કહ્યું હતું કે ‘પહેલવાનો’ને ન્યાય નહીં મળે તો યુવા કોંગ્રેસ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. ‘પહેલવાનો’ના સમર્થનમાં બસ રોકો આંદોલન કરીને કેન્દ્ર સરકારની આંખ ખોલવાની કોશિશ કરી હતી.
જ્યારે અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ જયમન શર્માએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનું નામ રોશન કરનારોને અન્યાય કરીને દેશ વિરોધી કામ કરી રહી છે. પહેલવાનો ન્યાયની માંગ સાથે સુત્રોચાર કરવામાં આવ્યા
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, દાણીલીમડા વિધાનસભાના યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમરાન શેઠજી અને NSUIના પ્રદેશ મંત્રી વિક્રમસિંહ ગોહીલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





