BANASKANTHAGUJARATPALANPUR

રાજ્ય કક્ષાએ યોજાયેલ સમૂહ ગીત સ્પર્ધામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના બાળ કલાકારોએ  બિલીમોરા ખાતે શાળાનું ગૌરવ વધાર્યું

12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બીલીમોરા ખાતે રાજ્ય કક્ષાએ યોજાયેલ સમૂહ ગીત સ્પર્ધામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના બાળ કલાકારોએ શાળાનું ગૌરવ વધાર્યું હતુ.’સ્વરોત્સવ ‘- બીલીમોરા (તા.નવસારી) આયોજિત ગુજરાત રાજ્ય કક્ષા ” પ્રશાંત સ્મૃતિ સમૂહ ગીત સ્પર્ધા ” માં સહભાગી થવા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા અને સ્વસ્તિક આર્ટ એકેડમીના ૧૬ બાળકો અને ૪ કલા શિક્ષકો બીલીમોરા પહોંચ્યા હતા. પાલનપુર થી અંદાજે ૪૯૦ કિમી. દૂર આવેલ બીલીમોરા ખાતે આયોજિત આ સ્પર્ધામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બે સંગીત ગ્રુપોએ ભાગ લઈ પોતાની સમુહ ગીત ની કૃતિઓ રજૂ કરી હતી.  સમગ્ર ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આવેલ એકમાત્ર પાલનપુરની આ સંગીત ટીમને બીલીમોરા- નવસારી ના સંગીત કલા રસિકોએ દિલથી વધાવી લીધી હતી અને સ્પર્ધા સ્થળે ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ ઊભા થઈ સ્ટેન્ડિંગ ઓનર આપી આ સંગીત ટીમને પ્રોત્સાહિત કરી હતી. તદુપરાંત, બીલીમોરા ના આયોજકો અને ઉપસ્થિત NRI સંગીત કલા રસિકોએ ઇનામોની વણઝાર વરસાવી કુલ ૧૦,૨૦૦ રૂ. નો રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો.આ પ્રસંગે આ સંગીત ગ્રુપને માર્ગદર્શન આપનાર અને સંકલન કરનાર કલા શિક્ષક નયન ચત્રારિયા, સંગીત શિક્ષક અશોકભાઈ મકવાણા, સંગીત શિક્ષક વિષ્ણુભાઈ વેણ અને જાગૃતીબેન બારોટ સહિત ભાગ લેનાર તમામ બાળ કલાકારોને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલે અને સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ , ઉપાચાર્ય રવિન્દ્રભાઈ મેણાત સહિત સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન આપ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button