
11 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર સિંચાઇ વિભાગ માં કારકુન તરીકેની ફરજ બજાવતા કાન્તિ ભાઈ ઈશ્વર ભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો પાલનપુર વિશ્રામગૃહ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જૂના ડીસાના વતની કાંતિભાઈ પ્રજાપતિ ૧૯૮૨ માં સિંચાઇ વિભાગ માં સીપુ ડેમ ખાતે કલ્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા ત્યાર બાદ તેઓ ચાર વર્ષ પાલનપુર રેવન્યુ વિભાગ મા ક્લાર્ક તરીકે ફરજ બજાવી અને છેલ્લે તેઓ સિંચાઇ વિભાગ પાલનપુર ખાતે કારકુન તરીકેની નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સિંચાઇ વિભાગ માં સફળતા પૂર્વક નોકરી પૂર્ણ કરી ૫૮ વર્ષે વયનીવૃત થતાં તેમનો સિંચાઇ વિભાગ નાં ડેપ્યુટી ઇજનેર શ્રી જોષી સાહેબ નાં અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સિંચાઇ વિભાગ નાં અધિકારીઓ અને પરિવાર તરફથી ફૂલ હાર મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ને તેમની કામગીરીને સિંચાઇ વિભાગ નાં ડેપ્યુટી ઇજનેર જોષી સાહેબે તેમની કામગીરી ને બિરદાવી હતી કાન્તિ ભાઈ ને નોકરી સફળપૂર્વક પાર કરવામાં પરિવાર નો ખુબજ સહકાર સિંહફાળો રહ્યો હતો ને તેઓએ સફળતા પૂર્વક ૫૮ વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા.