NATIONAL

૧૦ વર્ષના છોકરાએ સાડા ત્રણ વર્ષની છોકરી પર કર્યો બળાત્કાર

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ચોંકાવનારી ઘટના ઘટી છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 વર્ષીય ધોરણ-1 ના વિદ્યાર્થીએ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે કથિત રીતે બળાત્કાર (RAPE) કર્યો હતો. પોલીસે રવિવારે જણાવ્યું કે આરોપી છોકરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અધિક પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, RAPEની આ ઘટના શનિવારે બની હતી. તેણે જણાવ્યું કે આરોપી છોકરો ધોરણ 1 નો વિદ્યાર્થી છે, જ્યારે છોકરી પ્લેગ્રુપમાં અભ્યાસ કરે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસે છોકરાને કસ્ટડીમાં લઈ લીધો છે જ્યારે છોકરીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.
આ અંગે છોકરીના પરિવારજનોએ નોંધાવેલી RAPEની ફરિયાદને ટાંકીને અધિકારીએ કહ્યું કે, છોકરીને સ્કૂલના ધાબા પર લઈ જવામાં આવી અને પછી છોકરાએ તેની સાથે બળાત્કાર કર્યો. ફરિયાદ મુજબ, બાળકીએ તેના માતાપિતાને જાણ કર્યા પછી RAPEની આ ઘટના પ્રકાશમાં આવી.
આ ઘટના માતાપિતા માટે આંખ ઉઘાડનારી બની છે
10 વર્ષના છોકરાના મનમાં આવા વિકૃત વિચારો આવવા અને તેને વ્યવહારમાં લાવી અભિવ્યક્ત કરવા, મુઝફ્ફરનગરની આ ઘટના એ દરેક માતાપિતા માટે ઉઘાડનારી બની રહી છે, જેમણે આટલી નાની ઉંમરના પોતાના દીકરાને સ્માર્ટફોન આપી દીધો છે. આ સ્માર્ટફોનમાં બાળક કોઈના કહેવાથી અથવા અન્યનું જોઈને પોર્ન જુએ છે, અથવા કોઈના દ્વારા પોર્ન વિડીયો આપવામાં આવે છે. પરિણામે આવી ઘટના ઘટે છે.

[wptube id="1252022"]
Back to top button