શરદ પૂનમે બાળ કવિ સ્પર્ધા ખંભોળજ સાહિત્ય સેવા દ્વારા યોજાઈ

28 ઓક્ટોબર ૨૦૨૩ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા શરદ પૂનમ વિષય ઉપર ઓનલાઇન બાળ કવિતા ઓ મંગાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં માં બાળ મિત્રો એ ભાગ લીધો હતો. પોરબંદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રોએ પોતાની રચનાઓ આપી હતી બાળકોને તૈયાર કરનાર વર્ષાબેન પઢીયાર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શાળાના શિક્ષક કમલેશભાઈ પટેલ નો સહયોગ જોવા મળ્યો. આશીર્વાદ કોકીલાબેન રાજગોર દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં સરસ્વતી વંદના ઉષાબેન દાવલા દ્વારા રજૂ કરવામાં આવી હતી નિર્ણાયક તરીકેની ભૂમિકા કિરણબેન ચોનકર દિવાની દ્વારા, પ્રથમ નંબર પર ખૂંટી ક્રિષ્ના, દ્વિતીય નંબર પર ઓડેદરા જયશ્રી, તૃતીય નંબર પર ઓડેદરા તેજલ આવ્યા હતા મહાનુભાવો નો પરિચય સંસ્થા પ્રમુખ કવિ ડા. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાહિત્યકાર જગદીશભાઈ દ્વારા કરાવવામાં આવી હતી.વોટશોપ ગ્રુપ 180 થી ખીચોખીચ ભરેલું હતું. અંતે રાષ્ટ્રગાન પ્રિતી પરમાર પ્રીત દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભ કાર્યક્રમ સફળ રહ્યો હતો.






