જૂનાગઢ શિવરાત્રી મેળા સંદર્ભે તંત્ર અને પોલીસ દ્વારા મેળાના રૂટનું નિરિક્ષણ કરાયું
ભવનાથ તળેટી સહિત વિસ્તારમાં ભાવીકોની સુવિદ્યા માટે તંત્ર સજ્જ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હર હર મહાદેવના નાદ સાથે આગામી તા.૫ મહા વદ નોમથી મહા શિવરાત્રી મેળાનો ભવનાથ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના અનુસંધાને કલેકટર અનીલકુમાર રાણાવસિયા તેમજ કમિશનર અને એસપી હર્ષદ મહેતા સહીત વહીવટી તંત્રના અધિકારીઓએ ભવનાથ તળેટી વિસ્તારના સ્થળોની મુલાકાત લીધી હતી, અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આદિ અનાદી કાળથી મહાશિવરાત્રીનો મેળો ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમા યોજાય છે, અને પ્રતિ વર્ષ ૧૦ થી ૧૫ લાખ ભાવિકો ભજન ભોજન અને ભક્તિ સાથે મેળાનો આનંદ માણ છે, ત્યારે મેળામાં આવતાં ભાવીકોને કોઈ અગવડતા ન પાડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્રારા આજરોજ ભવનાથ વિસ્તારની સ્થળ વીઝીટ કરી હતી.
જેમાં જિલ્લા પંચાયત સામે આવેલ રસ્તા શરૂ કરવો તેમજ જિલ્લા પંચાયત સામેના ગ્રાઉન્ડ પાર્કિંગ તેમજ ફજેત ફાળકા ગ્રાઉન્ડ સહીત અનેક સ્થળ મુલાકાત કરી હતી, અને પરામર્શ કરીને ભાવીકો આરામથી મેળો માણી શકે તેવું અયોજન કરવાં તંત્ર દ્રારા આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.
જ્યારે મહા શિવરાત્રી મેળામાં પધારતા લાખો શ્રદ્ધાળુ શાંતી સલામતી સાથે મેળો કરી શકે તેના માટે એસપી હર્ષદ મહેતા અને પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ ટ્રાફીક સમસ્યાને પ્રાધાન્ય સાથે મેળામાં થતી ભીડ બાબતે ખાસ કાળજી રાખવામાં આવશે તથા ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરાથી સમગ્ર ભવનાથ તળેટીથી ગીરનાર દરવાજા સુધી કાર્યરત રહેશે અને અન્ય જિલ્લાની પોલીસ પણ મેળામાં સતત ૨૪ કલાક બંદોબસ્ત જાળવશે.
વહીવટી તંત્ર અને મહા નગર પાલિકા દ્વારા ઉતારા મંડળને લાઈટ, પાણી અને સફાઈ મુદે સતત દેખરેખ સાથે લોકોને ટોઇલેટ બ્લોક અને સોચલાય સુવિદ્યા મળી રહે તેવું અયોજન કરવાં કમર કસી છે, તેની સાથે મેળો માણવા આવતા ભાવીકો ગીરનાર પર્વત આવેલા દેવ સ્થાનોની મુલાકાત કરતા હોઈ, ત્યારે ગીરનાર પર્વત પર પાણી લાઈટ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહે તેની પણ કાળજી લેવામાં આવી રહી છે. આમ મહા શિવરાત્રી મેળાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આજે રોડ રસ્તા અને પાણી લાઈટ સહીતની સુવિદ્યા મુદ્દે સ્થળ મુલાકાત કરી હતી.





