
તા.૪/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આગામી તા.૬ જુલાઇ ગુરુવારના રોજ બપોરે ૨.૩૦ થી ૫.૩૦ દરમ્યાન કિચન ગાર્ડનિંગ અને અર્બન હોર્ટીકલ્ચર વિષય પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે.

જેનું આયોજન ગુજરાત બાગાયત વિભાગ, રાજકોટ અને મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે કરવામાં આવ્યું છે. જેમાં ઘરના ટેરેસ કે ફળીયામાં મળતી થોડી જગ્યાએ શાકભાજીનું વાવેતર કરવાની રીત તેમજ સોસાયટીમાં વધારાની જગ્યાએ ફુલ, ઝાડ ઉગાડવાની વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવશે.
આ સેમિનારનો લાભ લેવા માટે ૬ જુલાઈ સવારના ૧૦ વાગ્યા સુધીમાં લોકવિજ્ઞાન કેન્દ્રના ૦૨૮૧-૨૪૪૯૯૪૦ અને ૯૯૭૮૮૨૫૮૨૯ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ ભાયાણીની યાદીમાં જણાવાયું છે.








