JETPURRAJKOT

રાજકોટ માં હેમુ ગઢવીહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩નો શુભારંભ

તા.૧૪ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાને વાટે, તાતણીયા ધરા વાડા માં ખોડલ માં, આટલો સંદેશો મારા કર્તાને કહેજો ગીતના શબ્દો પર ગુંજી ઉઠ્યું રાજકોટ

૭ જિલ્લાના ૯૦૦ થી વધુ કલાકારોએ કલામહાકુંભ સ્પર્ધામાં ભાગ લીધો

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, તેમજ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના માર્ગદર્શન હેઠળ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ નો દિપપ્રાગટય વડે શુભારંભ મેયરશ્રી ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, સાંસદશ્રી રામભાઈ મોકરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી રાસ, લોકગીત ભજન, ભરતનાટ્યમ, વકતૃત્વ, લોકવાર્તા, તબલા અને ગીટાર તેમજ મોહીનીઅટ્ટમ સ્પર્ધાના ૯૦૦ થી વધુ કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, “સૌનો સાથ સૌનો વિકાસ” અભિયાન હેઠળ સાંસ્કૃતિક વારસાનું પણ જતન થાય તે ઉદ્દેશને પરિપુર્ણ કરવા છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં કલાને ઉત્તેજન આપતા વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે, અને કલાકારોની આંતરિક શક્તિઓને પુરસ્કૃત કરવાનો અભિગમ કેળવાય, તે હેતુથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. કલામહાકુંભ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ શિક્ષકો અને કલાગુરુઓની આવડતનો પણ સત્કાર સમારંભ છે.

મેયર ડો. પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, રાજય સરકારે વિકાસના વિજયમાર્ગ ઉપર સાંસ્કૃતિક અજવાળા પાથર્યા છે. કલાકારો સાંસ્કૃતિક ધરોહરના સાચા પ્રહરીઓ છે. કલાની ઉપાસનાથી અનેકવિધ સિધ્ધિઓ મેળવીને અનેક કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણનાપાત્ર પ્રદાન કર્યુ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો તે મહત્વનું છે.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

 

ઢોલ, શરણાઈ, મંજીરા, પખવાજ, હારમોનીયમના સુરે “ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાને વાટે”, “તાતણીયા ધરા વાળામાં ખોડલ માં”, “આટલો સંદેશો મોકલો“ ગીતના શબ્દો પર મહાનુભાવો તથા ઉપસ્થિતોની તાલીઓથી નાટ્યગૃહ ગુંજી ઉઠ્યું હતું.

આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર મહાનગરપાલીકા સહિતના ૯૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ રહ્યા છે.

આ તકે રમતગમત અધિકારીશ્રી વી.બી.જાડેજા તેમજ રાસ ગરબાના નિર્ણાયક શ્રી વિનુભાઈ જારોલી, શ્રી મહેન્દ્રભાઈ આણદાણી, શ્રી જયપાલસિંહ લોકગીતના નિર્ણાયક શ્રી દિલીપભાઈ સોયા, શ્રી જયંતીભાઈ લુણાગરિયા, શ્રી યુસુફખાન પઠાણ, મોહિનીઅટ્ટમના નિર્ણાયક ડો. સ્વાતિબેન મહેતા, શ્રી મીરાબેન ઉપાધ્યાય, શ્રી નીપા ઠક્કર, વક્તુત્વ સ્પર્ધાના નિર્ણાયક શ્રી પ્રકાશભાઈ જોશી, શ્રી રમેશભાઈ જોશી, શ્રી પરેશભાઈ વડગામા અને શ્રી યશવંતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button