AHAVADANGGUJARAT

Dang: આહવા ખાતે આવેલ હોટલ સંચાલકે જાહેરનામાનો ભંગ કરતા એસ.ઓ.જી પોલીસે ફરિયાદ નોંધાવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા એસ.ઓ.જી.એ આહવાના પટેલપાડા  ખાતે આવેલ સંકેત હોલીડે હોમ ગેસ્ટ હાઉસ / હોટલ દ્વારા હોટલમાં આવતા  મુસાફરો ની “પથિક “એપ માં ઓનલાઇન નોંધણી ન કરતા  પોલીસ  ફરિયાદ નોંધાવી હતી.ડાંગ જિલ્લામાં આવેલ હોટલ, લોઝ,ગેસ્ટહાઉસ, રિસોર્ટ વગેરેમાં આવતા  ટુરિસ્ટ/મુસાફરની રજીસ્ટરમાં નોંધણી કરીને ઓનલાઈન “પથિક” એપ  પર પણ તેની નોંધણી કરવા માટે  જીલ્લા મેજી. દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારીને લઈને ડાંગ જિલ્લા એસ.ઓ ).જી પોલીસ સ્ટાફના માણસોએ ચેકિંગ હાથ ધરી હતી.અને એસ.ઓ. જી.પોલીસ સ્ટાફના માણસો આહવાના પટેલપાડા  ખાતે આવેલ સંકેત હોલીડે હોમ ગેસ્ટ હાઉસ / હોટલ પર ચેકિંગ કરવા પહોંચ્યા હતા.ત્યારે પથીક સોફ્ટવેર ઇન્સ્ટોલ તો કરવામાં આવ્યું હતુ.પરંતુ  રીશેપ્શન કાઉન્ટર ઉપર મુકેલ રજીસ્ટરમાં તા. ૦૧/૧૧/૨૦૨૩ થી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીની કુલ-૨૭ મુસાફરોના નામોની એન્ટ્રીની નોંધ કરવામાં આવેલ હતી અને તે પૈકી “પથીક” સોફ્ટવેરમાં એક પણ એન્ટ્રી કરવામાં આવેલ નહોતી. હોટલ સંચાલક કિશોર રાહુલ ગાવીત દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.હાલમાં આહવા પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

[wptube id="1252022"]
Back to top button