BANASKANTHAPALANPUR

ચૈત્રી પૂનમને લઈને અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

6 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજે ચૈત્રી પૂનમ છે ને શ્રદ્ધાળુઓ માં બાધા આંખડી રાખનારા ભક્તો માં બાધા પુરી કરવા ચૈત્રી પૂનમ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે આજે ચૈત્રી પૂનમ ને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો નું ભારે ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવાર થીજ અંબાજી મંદિર પરિષર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું મંદિર માં મંગળા આરતી પણ 7 વાગે ના બદલે 6 વાગે કરાઈ હતી જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો આજે અનેક શ્રદ્ધાળુઓ માથે ગરબા લઇ પગપાળા અંબાજી પોતાની બાધા પુરી કરવા પહોંચ્યા હતા ત્યારે કેટલાક ભક્તો લાંબી ધજા લઇ અંબાજી મંદિર માં ધજારોહણ કર્યું હતું આમતો બાર મહિના ની સૌથી મોટી પૂનમ ભાદરવા ની પુનમ મનાય છે પણ હવે ચૈત્રી પૂનમે પણ મોટી પૂનમ નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ત્યારે અનેક ભક્તો દંડવત કરતા પણ માં અંબા ના મંદિરે બાધા પુરી કરવામાટે પહોંચ્યા હતા અંબાજી મંદિર માં શ્રદ્ધાળુઓ ને ગરમી માં રાહત મળી રહે તે માટે અમુલ ની છાશ નું નિઃશુલ્ક વિતરણ શરુ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તો એ મોટી સંખ્યા માં લાભ લીધો હતો આજે ચૈત્રી પૂનમ ની સાથે હનુમાન જયંતિ પણ હોવાથી હનુમાનજી ના મંદિરે વિવિધ વ્યાજનો ના અન્નકૂટ ભોગ ધરાવી વિશેષ આરતી કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર ખાસ કરી ને અંબાજી આવેલા તેજસ ધોળકીયાએ જણાવ્યુ હતુ તે એમ પી ના બાઘેક્ષ્નર ધામ ના સંતે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની મુહીમ ચાલુ કરી છે તેનેમ આજ થી અમે ગુજરાત માં શરુ કરિશુ.

[wptube id="1252022"]
Back to top button