MEHSANAVIJAPUR

જોટાણા ઈન્દીરાનગર શાળાના આચાર્યનું ઈનોવેશન ફેરમાં સન્માન કરાયુ

જોટાણા ઈન્દીરાનગર શાળાના આચાર્યનું ઈનોવેશન ફેરમાં સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કક્ષાના આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું વડનગર તાલુકાના કહીપુર શાળામાં મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના અઘ્યક્ષ મુકેશભાઈ પટેલ, નિયામક
ડી.એસ.પટેલ જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર,પ્રાચાર્ય તથા ડી.પી.ઈ.ઓ. ડો.ગૌરવ વ્યાસ, ઇનોવેશન કો.ઓ.ડો.પંકજ મિસ્ત્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ એસ પટેલ દ્વારા ENGLISH LEARNING CORNER અંતર્ગત “ચાલો, સરળતાથી અંગ્રેજી શીખીએ” વિષય પર ભાગ લઈ પ્રેઝન્ટેશન રજુ કર્યું હતુ જે અન્વયે તેઓનું ચેરમેન તથા ડી.પી.ઈ.ઓ. સાહેબના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવતા શાળા પરિવાર, ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ શાળના વિદ્યાર્થીઓ માં આનંદની લાગણી જન્મી છે

[wptube id="1252022"]
Back to top button