ARAVALLIMEGHRAJ

અરવલ્લી : દારૂ ભરેલી બોલેરો બે પલ્ટી ખાઈ ધડાકાભેર ખાડામાં ખાબકતા લોકો :  ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોઈ લોકો ચોંકી ઉઠ્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દારૂ ભરેલી બોલેરો બે પલ્ટી ખાઈ ધડાકાભેર ખાડામાં ખાબકતા લોકો : ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોઈ લોકો ચોંકી ઉઠ્યા

અરવલ્લી જીલ્લાની ઇસરી અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે એલસીબી પોલીસ કાલીયાકુવા વિસ્તારમાંથી વધુ એક બોલેરો જીપનો ફિલ્મીઢબે પીછો કરી 2.10 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ખાડામાં ખાબકેલી બોલેરો કાર નીચે દટાઈ ગયેલા બે બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી બોલેરો જીપ લીંબોદરા થી માલપુર જીતપુર તરફ પસાર થવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા કાલીયાકુવા તરફથી બોલેરો જીપ ચાલકે યુટર્ન લઇ જીપ કાલીયાકુવા તરફ હંકારી મુકતા નાકાબંધીમાં રહેલી પોલીસે જીપનો પીછો કરતા જીપ ચાલકે ફુલસ્પીડે જીપ હંકારતા જીપનું ટાયર ફૂટી જતા જીપ બે પલ્ટી ખાઈ ખાડામાં ખાબકતા પોલીસે જીપ નીચે દટાયેલ બુટલેગર કાના હીરા ડામોર (રહે,લીંબોદરા) અને નરેશ લાલસિંહ ડામોર(રહે,જલઈ-રાજસ્થાન) ને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી જીપમાંથી 2.10 લાખ સાથે 5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

[wptube id="1252022"]
Back to top button