NAVSARI

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘પરિક્ષાસાથી’ ટીમની જાહેરાત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી અલગ અલગ વિષયોના કુલ ૭૧ શિક્ષકો ‘પરિક્ષાસાથી’ અભિયાનમાં ટેલીફોનીક માર્ગદર્શન આપશે.
(નવસારી/શુક્રવારઃ) ગુજરાત રાજ્યમાં માર્ચ-૨૦૨૩ ધોરણ ૧૦ માધ્યમિક અને ધોરણ-૧૨ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની (સમાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા યોજનાર છે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા, તનાવ અને મુંઝવણ ના અનુભવે તેમજ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ તેમજ હકારત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિન્હરૂપે બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાયતેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારી નવસારીની કચેરી દ્વારા “પરિક્ષા સાથી” ટીમ/હેલ્પલાઈનની યાદી જિલ્લા ક્લેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્તે જાહેર કરવામાં આવી હતી. ‘પરિક્ષાસાથી’ અભિયાનમાં ધોરણ ૧૦ અને ૧૨ ના અલગ અલગ વિષયોના નિષ્ણાંતો અને મનોચિકિત્સક ટીમ આગામી ૩૦/૦૩/૨૦૨૩ સુધી કાર્યરત રહી ટેલીફોનિક માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
ધોરણ ૧૦ તેમજ ૧૨ ના વિવિધ વિષયોના ૭૧ નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે. દરેક વિષયોના નિષ્ણાંતોની ફોન નંબરની યાદી શાળાના નોટીસબોર્ડ, જિલ્લા શિક્ષણવિભાગની વેબ સાઈટ www.deonavsari તથા ટવીટર એકાઉન્ટ@DEO_Navsari પર મુકવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે (૦૨૬૩૭) ૨૩૨૫૭૨ અથવા navsarideo@gmail.com પર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણા અધિકારીએ જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button