
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 9 લોકોના મોત થયા છે.કૂચબિહારમાં એક પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના સામે આવી છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર, 22 જિલ્લાની 63,229 ગ્રામ પંચાયત બેઠક, પંચાયત સમિતીની 9,730 બેઠક અને જિલ્લા પરિષદની 928 બેઠકો પર ચૂંટણીના ઉમેદવારોનું નસીબ દાંવ પર છે. ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે.
બંગાળમાં પંચાયત ચૂંટણી માટે વોટિંગ ચાલુ છે પરંતુ આ વચ્ચે કૂચબિહારના સીતાઇમાં બારાવિટા પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરમાં આગ લગાવવામાં આવી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં કૂચબિહારમાં એક વ્યક્તિ બેલેટ બોક્સ લઇને ભાગી ગયો હતો. વોટોની ચોરીનો આ વીડિયો પોલીસ-તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.