INTERNATIONALNATIONAL

ભારતે પાકિસ્તાનને હરાવીને હોકી 5 એશિયા કપ જીત્યો

સલાલાહ (ઓમાન): ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં 2-0થી હરાવીને પ્રારંભિક મેન્સ હોકી 5 એશિયા કપ જીત્યો હતો. નિર્ધારિત સમય સુધી સ્કોર 4-4ની બરાબરી પર હતો. આ જીત સાથે, ભારતે FIH મેન્સ હોકી 5 વર્લ્ડ કપ 2024માં પણ પ્રવેશ કર્યો છે. ભારત માટે મોહમ્મદ રાહીલ (બે ગોલ) અને જુગરાજ સિંઘ તેમ જ મનિન્દર સિંઘે એક-એક ગોલ કર્યા હતા. ગુરજોત સિંહ અને મનિન્દર સિંહે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતા.

પાકિસ્તાન તરફથી નિર્ધારિત સમયમાં અબ્દુલ રહેમાન, કેપ્ટન અબ્દુલ રાણા, ઝિકારિયા હયાત અને અરશદ લિયાકતે એક-એક ગોલ કર્યા હતા. આ પહેલા શનિવારે જ ભારતે સેમિફાઇનલમાં મલેશિયાને 10-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં ઓમાનને 7-3થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટૂર્નામેન્ટની એલિટ પૂલ સ્ટેજ મેચમાં ભારત પાકિસ્તાન સામે 4-5થી હારી ગયું હતું.

ટીમ ઈન્ડિયાએ હોકી 5 એશિયા કપમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. ટીમે 7 મેચમાં કુલ 87 ગોલ કર્યા હતા જે એક રેકોર્ડ છે. એ જ રીતે પાકિસ્તાને 7 મેચમાં 71 ગોલ, ઓમાને 9 મેચમાં 38 ગોલ, મલેશિયાએ 7 મેચમાં 62 ગોલ અને બાંગ્લાદેશે 32 ગોલ કર્યા હતા. ટુર્નામેન્ટમાં 11 ટીમોએ કુલ 516 ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ જાપાનને 35-1ના માર્જિનથી હરાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button