
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે આવેલ હજીરાપીરની દરગાહ કે જે હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે. જે આઝાદી પછી પણ આજેપણ પ્રાથમિક સુવિધાથી વંચિત
યોગેશભાઈ કાનાબાર રાજુલા
જાફરાબાદ તાલુકાનું રોહિસા ગામેથી બે કિલોમીટર દૂર હઝરત હજીરાપીરની દરગાહ તેમજ તેમની બાજુમાંજ મહાદેવ નું મંદિર તેમજ હનુમાનજી નું મંદિર તેમજ ભૂતડા દાદા ની જગ્યા એક જ સ્થળે આવેલી છે. જ્યાં દરવર્ષે ઉર્સ શરીફ નું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. આ દરગાહ ના ખાદીમ ગફારબાપુ તેની પુજા પાઠ કરી રહ્યા (ખીદમત) કરી રહ્યા છે. તેમની પેઢી દર પેઢી પરંપરા ગત્ થી તેઓ ખીદમત કરી રહ્યા છે. આ એક એવું ધર્મિક સ્થળ છે. કે જ્યાં હિન્દુ મુસ્લિમ તેમજ અઢારે વર્ણના લોકોની આસ્થા જોડાયેલી છે. આ ધર્મિક સ્થળ હિન્દુ મુસ્લિમ નું એકતા નું ઉત્તમ સ્થળ છે. આ દરગાહ પર દર ગુરુવારે હિન્દુ મુસ્લિમ લોકો દર્શન તેમજ દીદાર કરવા માટે ઠેકઠેકાણે થી લોકો દર્શન કરવા માટે આવે છે. અને ધન્યતા અનુભવે છે. આ કોમિકેતાનુ પ્રતિક સમાન સ્થળે જવા માટે રોહિસા ગામથી રોડ (રસ્તો) તદ્દન બિસ્માર હાલતમાં છે. અને વાહનો તેમજ યાત્રીકો માટે બે કિલોમીટર નો રસ્તો આઝાદી પછી આજદિન સુધી પાકો રોડ બનાવવામા આવ્યો નથી જેથી કરીને લોકો તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. તેમજ ચોમાસામાં આ રસ્તો એકદમ અતિશય ખરાબ હાલતમાં હોય છે. અત્રે નોંધવું ખાસ જરૂરી છે કે અઢારે વર્ણના લોકો નું આસ્થા સમાન આ સ્થળ ને રોહિસા ગામથી દરગાહ મંદિર તરફ જતા રસ્તા અંગે ત્યાંના લોકોએ અવારનવાર રજૂઆતો કરેલ હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ ધ્યાન આપવામાં આવતું નથી આ એક આસ્થા નું મહાત્મ્ય કેન્દ્ર હોય લોકો ઊનાળો હોય કે શિયાળો કે પછી ચોમાસું રસ્તા ખરાબ હોવાછતાં પણ એકતા નું પ્રતિક ગણાતા આ દરગાહએ દર ગુરુવારે હિન્દુ મુસ્લિમ લોકો દુર દુરથી દર્શન તેમજ દીદાર કરવા માટે આવતા હોય છે. લોકોની માંગણી છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે પાકો રોડ બનાવવામાં આવે તેવું લોકો દ્વારા જણાવાયું છે. તેમજ આ એક કોમિએકતાનુ પ્રતિ હોય તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી લોકોની ઉગ્ર માગણી છે.