GIR SOMNATHGIR SOMNATH
ગીરસોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે.વઢવાણિયાએ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે.વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેકટર શ્રી સજોડે સોમનાથ પધાર્યા હતા જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. સાથે શાસ્ત્રોકત વિધિ વિધાનથી સોમેશ્વર મહાપૂજા કરી તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી કલેકટરશ્રીને સોમનાથ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]









