
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
મેઘરજ : આંજણા ચૌધરી એકતા મંચ આયોજિત પટેલ ઢૂંઢા હાઇસ્કુલ ખાતે શાનદાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મેઘરજ તાલુકાની પટેલ ઢૂંઢા હાઇસ્કુલ ખાતે આંજણા ચૌધરી એકતા મંચ આયોજિત સોળ ગામ ચૌધરી સમાજનું ભવ્ય સ્નેહ મિલન યોજાઈ ગયું. જેમાં સ્નેહ મિલનના મુખ્ય વક્તા ડો. પ્રકાશચંદ્ર( પ્રશિક્ષણ સેલ સંયોજક- ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય) તેમજ પ્રખર કેળવણીકાર અને શ્રી કે.કે પટેલ તથા પ્રિન્સિપાલ શ્રી ભાવેશભાઈ ચૌધરી હતા જેઓએ સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ તથા જીવન ઘડતરમાં શિક્ષણનું મહત્વ તેમજ આંજણા ચૌધરી સમાજના આગામી આયામો જેવા વિષય પર પોતાના મનનીય વક્તવ્યો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આંજણા ચૌધરી એકતા મંચની પ્રવૃત્તિઓનું વાર્ષિક કેલેન્ડર બનાવ્યા બાદ- એકતા મંચના ભવિષ્યના કે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો જોઈએ તો..1- સોળ ગામની પરિવાર પરિચયની ડિરેક્ટરી બનાવવી..2- તેજસ્વી તારલાઓ તેમજ નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ.3- પર્યાવરણ જાગૃતિ અને ગરીબ બાળકો માટે પ્રોત્સાહન સ્કોલરશીપ યોજના.4- ગરીબ બાળકો માટે નોટબુકો અને ચોપડાઓનું વિતરણ.5- ગરીબ દર્દીઓને હોસ્પિટલ સહાય.6- પુસ્તક મેળો.અને ઉજવી શકાય તેવા રાષ્ટ્રીય,, ધાર્મિક અને સામાજિક ઉત્સવો.7- સ્વચ્છ ગામ અભિયાન..8- સાર્વજનિક ગ્રંથાલય ની સ્થાપના..જેવા વિવિધ મુદ્દાઓ ને લઇ સમાજને આગળ વધારવા પ્રયત્નો કરવામાં આવશે









