JETPURRAJKOT

રાજકોટ શહેર કક્ષાના યોગ દિવસની રેસકોર્ષ ખાતે ઉજવણી કરાઇ

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ શહેર કક્ષાના ૯ મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને થઈ હતી. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦૦થી પણ વધુ લોકો ભાગ લીધો હતો. “વસુધૈવ કુટુંબકમ માટે યોગ”ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી સાથે કરવામાં આવી હતી.

તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ થયું હતું. આ પ્રસંગે આર.એમ.સી. કમિશનર શ્રી આનંદ પટેલએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.

પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, યોગ કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાની પદ્ધતિ છે. આજે આપણે ફક્ત આસન કરી રહ્યા છીએ પરંતુ નિયમિત જીવન જીવવાની પદ્ધતિ એ અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમન્વય છે, જે વ્યક્તિને સાચા અર્થમાં યોગી બનાવે છે.

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ યોગને વિશ્વ સમક્ષ મૂકીને યોગને ઉજાગર કરી ભારતની સંસ્કૃતિનું પુનરુત્થાન કર્યું છે. ૩૬૫ દિવસ યોગ કરવાથી શરીર,મન,બુદ્ધિ, આત્માને પ્રજ્વલિત કરી આધ્યાત્મિક બને છે.

આ તકે આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષક શ્રી દિપક ભાઈ પંજાબી અને તેમની ટીમ દ્વારા તેમજ યોગના માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું

આ તકે રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, સંસદસભ્ય શ્રી રામભાઈ મોકરીયા, આર.એમ.સી.ના આસિસ્ટન્ટ કમિશનરશ્રી એચ.આર.પટેલ, અગ્રણીઓ સર્વશ્રી વલ્લભભાઈ કથીરીયા, ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના કેડેટ્સ, આઇ.સી.ડી.એસ.વિભાગનો સ્ટાફ, ફાયર વિભાગ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button