AHAVADANG

આહવા ખાતે આવેલ પાણી પુરવઠાનાં ગોડાઉન નજીક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે આવેલ પાણી પુરવઠાનાં ગોડાઉન નજીક અચાનક આગ લાગી ગઈ હતી. ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અને અહી આગ બેકાબુ બની ગોડાઉનમાં પ્રસરી જતા ગોડાઉનમાં મુકેલ માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.ડાંગ જિલ્લાનાં આહવા સનસેટ પોઇન્ટ ખાતે આવેલ પાણી પુરવઠાનાં ગોડાઉન નજીક અચાનક આગ લાગી ગઈ હતી.ત્યારે આગ લાગી જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા મૂકવામાં આવેલ માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ.અને ગોડાઉનમાં મૂકવામાં આવેલ માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.જોકે ફાયર બ્રિગેડનાં અભાવને કારણે આગ પર કાબુ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ બનાવની જાણ ડાંગ જિલ્લા વહીવટી તંત્રને થતા  તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર ટેમ્પામાં પાણી ભરીને લાવવામાં આવ્યુ હતુ.અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી એવું જાણવા મળી રહ્યુ છે.સમગ્ર ડાંગ જિલ્લામાં પાણીનો પુરવઠો પોહચાડતા પાણી પુરવઠા વિભાગનાં જ ગોડાઉનમાં આગ લાગી જવા છતાંય પાણીનો જથ્થો ન મળતા પ્રશ્નાર્થ સર્જાયો હતો.જોકે આ આગ નજીકનાં જંગલમાં લાગી હતી અને ત્યાંથી પ્રસરીને ગોડાઉનમાં પોહચી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર આહવા નગરમાં પણ ફાયર સેફટીનાં સાધનો વસાવે તેવી લોકમાંગ ઉઠી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button