MEHSANAVIJAPUR

પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,મહેસાણા ખાતે યોગ સંવાદનું આયોજન કરાયુ

પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,મહેસાણા ખાતે યોગ સંવાદનું આયોજન કરાયુ

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના મહાનિદેશક Shri Mohammad Shahid, IAS ના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સ્પીપા, મહેસાણા દ્વારા રચનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,મહેસાણા(સ્પીપા) ખાતે તાલીમ લઈ રહેલા ૧૧૧ રેવન્યુ તલાટીઓ તથા ૧૧ સ્ટાફ સહિત વ્યક્તિઓનો તા.૧૫.૦૫.૨૦૨૩ના રોજ નિ:શુલ્ક યોગ સંવાદ નું આયોજન થયું. તાલીમાર્થીઓ ને તાલીમ સાથે તેઓના સ્વાસ્થ્યની સારસંભાળ પણ મળી રહે તેવું ઉત્તમ કાર્ય મહાનિદેશક Mohammad Shahid, IAS તથા નાયબ મહાનિર્દેશક Vijaykumar Kharadi, IAS ના નેતૃત્વમાં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,મહેસાણા એ હાથ ધર્યું છે.

આ સંવાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉત્તર ઝોન કોર્ડિનેટર અજીતકુમાર પટેલ તથા મહેસાણા જીલ્લા કોર્ડિનેટર જયંતી ભાઇ પટેલ દ્વારા તાલીમાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગ સંવાદ કરવામાં આવ્યો. જેમાં યોગ, પ્રાણાયામ, આસન, વિગેરે ની પ્રાથમિક સમજ આપી સંકલ્પ કરાવી યોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button