MALIYA (Miyana)માળીયા (મીયાણા) ના હરીપર પાસે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ માં મકરસંક્રાતિના પર્વની અનોખી ઉજવણી!

માળીયા (મીયાણા) ના હરીપર પાસે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ માં મકરસંક્રાતિના પર્વની અનોખી ઉજવણી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દેવ સોલ્ટ પ્રા લિ. દ્વારા દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ દ્વારા મકરસંક્રાંતિ ના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને માત્ર પતંગ ચગાવવા સુધી સીમિત નહીં રાખતા આ પર્વને વધુ રંગીન અને રસમય બનાવવા માટે તેઓએ અનોખી ઉજવણી કરી હતી જેમાં ગમ્મત સાથે જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વની ઉજવણીમાં તેઓ માળિયા (મિયાણા) ની માસુમ વિદ્યાલયના ધોરણ પાંચ થી આઠ ના સાંઇઠ જેટલા વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાનનું આયોજન કર્યું હતું. તેઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાત સાથે રમતગમતનું આયોજન કર્યું હતું. ઔદ્યોગિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને તેમના મીઠાના એકમોની મુલાકાત કરાવી હતી અને મીઠું ઉત્પાદન તેમજ મીઠું ધોવાની વોસરી વિશે જ્ઞાન તેમજ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ વ્યક્તિગત તેમજ બે ગ્રુપ રમતો રાખેલ હતી. તેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર ભેટ આપવામાં આવેલી. આ કાર્યક્રમ યોજવાનો એકમાત્ર હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ માટે પર્વ માત્ર પતંગ ચકાવવા સુધી સીમિત ના રહી જાય અને તેની સાથે સાથે માનસિક તેમજ શારીરિક વિકાસ વધારવાનો હતો.
ઔદ્યોગિક મુલાકાત કરાવવા માટે વિદ્યાર્થીઓને કાર્યકારી ઉદ્યોગ ની ક્રિયા અને પ્રતિક્રિયા તેમ જ નવીનતમ તકનીકી વલણ વિશે શીખવા મળે અને તેમની ભાવિ નોકરી અથવા રસ નાં ક્ષેત્ર વિશે તેમનું જ્ઞાન વધે તે માટેનો એક પ્રયાસ હતો. આ ગમ્મત સાથે જ્ઞાનનું આયોજન કરવા બદલ માસુમ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષક ગણે દેવ સોલ્ટ અને તેમના સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ કંપનીના જોઇન્ટ ડાયરેક્ટર કરણસિંહ ઝાલા ના નેતૃત્વ હેઠળ કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ થી જાડેજા તથા અધિકારી વિવેક ધ્રુણા ,ભુપતસિંહ જાડેજા, અંદારામ બેનીવાલ, સામંત સવસેટા અને રાજેશ પરમાર ની હાજરીમાં યોજાયો હતો.