KUTCHMANDAVI

માંડવી તાલુકાના બિદડા ગામના સરપંચે મિલકત જાહેર ના કરતા ચુંટણી અધિકારીને ફરીયાદ

૨૯-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરનારે પોતાની તથા પરિવારની સ્થાવર-જંગમ મિલકતો જાહે૨ કરવાની હોય છે.જેથી બિદડા ગ્રામ પંચાયતની ૨૦૨૧ની સરપંચ પદની ચૂંટણીમાં મહિલા સરપંચે ઉમેદવારી પત્રમાં આવી કોઇ વિગતો જાહેર કરી નથી,તો મહિલા સરપંચ મિલકતો છૂપાવ્યાની રજૂઆત સ્થાનિક રહીશ અને બિદડા ગામના અગ્રણી નવીનભાઈ નાકરાણી દ્વારા ચૂંટણી પંચ ને કરેલ ફરીયાદ મુજબ ચૂંટણી અધિકારીએ તેની સુનાવણી કર્યા બાદ માંડવીના પોલીસ સ્ટેશન માં ફરિયાદ અરજી કરી છે.બિદડા ગ્રામ પંચાયતની ૨૦૨૧ની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવા૨ જયાબેન પ્રવિણચંદ્ર છાભૈયાએ રજૂ કરેલા ઉમેદવારી પત્રકમાં તેમની તથા પરિવારની મિલકતોની વિગતો જાહેર ના કરતા તે એક ગુનો આચર્યો હોવાની રજૂઆત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સમક્ષ ગામના અગ્રણી નવીન રવિલાલ નાકરાણીએ તા. ૧૦-૧૦- ૨૨.ના કરી હતી. આ અંગે તા. ૧૦-૪-૨૩ના ચૂંટણી અધિકારી દ્વારા સુનાવણી થઇ હતી. બિદડા ગામના સરપંચ જયાબેન છાભૈયા વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન માં ચૂંટણી’ અધિકારીશ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેર-માંડવીના સિનિયર કારકૂન એસ.બી.સોઢાએ ફરિયાદ અરજી કરી હોવાની જાણ.ફરીયાદી નવીન નાકરાણીને કરી છે. આ અંગે માંડવી પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર.એ.જે. ચૌહાણ સાહેબ એ એન.સી. કેસ દાખલ કરી આગળની કાર્યવાહી કરવામા માટે અદાલતની પરવાનગી માંગી છે.

[wptube id="1252022"]
Back to top button