વિશ્વ રંગ ભૂમિ દિને શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રના કલાકારો ને સન્માનિત કરાયા.

૨૭ મી માર્ચ વિશ્વ રંગ ભૂમિ દિન ની ઉજવણી નિમિત્તે શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કલા ના વિવિધ ક્ષેત્રે સંકળાયેલા આજીવન સમર્પિત કલાકારો ને એમ.જે.લાઇબ્રેરી ના ઓડિટરિયમ માં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો.
કાર્યક્રમ ની શરૂઆત તિલક કોરી અને કલરવ દવે ના ભરત નાટ્યમ્ થી જોરદાર રજૂઆત કરી સૌ ને મંત્ર મુગ્ધ કરી દીધા. માર્ચ મહિનામાં જેમનો જન્મ દિવસ આવતો હતો તે કલાકારો ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી તેમને શુભેચ્છા પાઠવવા માં આવી.
ત્યાર બાદ શ્રી મગનભાઈ પટેલ પેટ્રન ચેરમેન – શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન , અમદાવાદ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, ઉદ્યોગપતિ,અને સમાજ સેવક . શ્રી હિમાંશુભાઈ સંપત લેખક,અને એડવોકેટ . શ્રી શંકરભાઈ મકવાણા શિક્ષક અને સમાજ સેવક . શ્રી બાલકૃષ્ણ ભાઈ વ્યાસ જૂની રંગભૂમિ ના દમદાર કલાકાર, શ્રી શીલાબેન દાણી જૂની રંગભૂમિ ના જાજરમાન કલાકાર,શ્રી બળદેવભાઇ નાયક ભવાઈ વેશ ના ગુરુવર્ય,શ્રી અનિલભાઈ દવે નાટય કલાકાર ,શ્રી ધર્મેશભાઈ ભાટ કઠપૂતળી ના કલાકાર, અને દિનેશભાઈ પરમાર સાયોનારા ના સેટ કલાકાર આ તમામ કલાકારો ને શાલ ઓઢાડી અને મોમેંટો તથા બેગ આપી સન્માનિત કરાયા.
સન્માનિત કલાકારો એ પોતાનું પરફોર્મન્સ આપી પોતાની કલા પ્રતિભા ને વાચા આપી હતી.સમગ્ર કાર્યક્રમ નું મંચ સંચાલન શ્રી રમેશ કલોરકરે કર્યું હતું.
કાર્યક્રમ માં શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન નાં ટ્રસ્ટીઓ શ્રી સુભાષ ભટ્ટ, શ્રી જનકભાઈ દવે, શ્રી રમેશ કરોલકકર, શ્રી આશિષ ગાંધી . જયશ્રી બેન પરીખ , પ્રતાપસિંહ ડાભી સાહેબ ( કવિ ) તથા અન્ય મહાનુભાવો તથા સારી એવી સંખ્યા મા કલાકારો ઉપસ્થિતિ રહી વિશ્વ રંગ ભૂમિ દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.






