BANASKANTHADANTA

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે 75માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

બ્રિટિશ સલ્તનતે 15 મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશને આઝાદ જાહેર કર્યો હતો. પરંતુ વહીવટીય રીતે સંપૂર્ણ સત્તા બંધારણ સમિતિ દ્વારા બંધારણ બનાવ્યા પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ સુપ્રત કરી હતી. તેની યાદમાં દર વર્ષે ભારત દેશમાં તમામ સરકારી કચેરીઓમાં એનજીઓમાં 26 જાન્યુઆરીના રોજ તિરંગો લહેરાવી સલામી આપવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે શ્રી દાંતા કેળવણી મંડળ દાંતાના પ્રમુખશ્રી અને દાંતા સ્ટેટના મહારાણા સાહેબ શ્રીમાન રિદ્ધિરાજસિંહજી પરમાર સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સુંદર પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રાંગણ દેશભક્તિના રંગે રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઈઝર વી પી પ્રજાપતિએ કર્યું હતું. છેલ્લે કાર્યક્રમોની સફળતાનું શ્રેય સ્ટાફ પરિવારને સમર્પિત કરી શાળાના ઈન્ચાર્જ આચાર્ય વી કે પરમારે તમામ સ્ટાફમિત્રોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button