વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીસ ખાન બલુચી
15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી, દેશ આઝાદ થયો. જેની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.
એકતા નગર કેવડીયા કોલોની ખાતે ધામધૂમથી ઉજવાયો 77 મો સ્વતંત્ર દિન.
ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ના હસ્તે ધ્વજ વંદન સમારંભ યોજાયો.
કેવડીયા કોલોની હાઇસ્કુ ગ્રાઉન્ડ મા યોજાયેલ સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉપસ્થિત ખાસ મહેમાનોમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દ શરણભાઈ તડવી કેવડિયા કોઠી ગ્રુપ ગામ પંચાયતના મહિલા સરપંચ મેઘનાબેન રણજીતભાઈ તડવી તેમજ ગરુડેશ્વર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વરિષ્ઠ નાગરિકો અને ગરુડેશ્વર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર પોતાના કૌશલ્ય પ્રગટ કર્યા.
ત્યાર બાદ મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ગરુડેશ્વર મામલતદાર ને તાલુકાના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યો.