NAVSARIVANSADA

વાંસદાના મોટી ભમતી ગામે રૂ. ૧. ૩૨ લાખનો દારૂ ભરેલી બોલેરો જીપ પકડાઈ

વાંસદાના મોટી ભમતી ગામે રૂ. ૧. ૩૨ લાખનો દારૂ ભરેલી બોલેરો જીપ પકડાઈ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

 

વાંસદા ના મોટી ભમતી ગામે રૂ. ૧. ૩૨ લાખનો દારૂ ભરેલી બોલેરો જીપ પકડાઈ:

 

ડિવિઝન સ્કોડ નવસારી અને વાસદા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે વાંસદાના મોટી ભમતી ગામે રૂપિયા ૧. ૩૨ લાખનો દારૂ ભરેલ જીપ પકડાઈ હતી કારમાં સવાર બે ઈસમ ની અટક કરી ટોટલ રૂપિયા ૪. ૮૯ લાખનો મુદ્દામાલ જપતે કર્યો

 

ડિવિઝન સ્કોર નવસારી અને વાંસદા પોલીસ સંયુક્ત વાંસદા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહેન્દ્રા બોલેરો જીપ નંબર જીજે- ૧૫ સીએચ – ૨૧૫૦ નો હૂડ ના ભાગે તથા ડ્રાઇવર સીટ પાછળ બનાવેલ ચોર ખાનામાં દારૂ ભરી સેલવાસથી અંદરના રસ્તે વાંસદાથી વઘઈ થઈ વ્યારા કામરેજ તરફ જનાર છે તે આધારે તેઓએ વાંસદા વઘઈ માર્ગ પર મોટી ભમતી ગામની હદમાં વોચ રાખી હતી તે દરમિયાન બાતમી વાળી જીપ આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા જીપ માંથી વિસ્કી ની બોટલના ૧૩૨ જેની કિંમત રૂ. ૧, ૩૨, ૦૦૦ થાય છે તે મળી આવતા જીપ ની કિંમત રૂપિયા ૩. ૫૦ લાખ ગણી મોબાઈલ સહિત રૂ. ૪, ૮૯, ૦૦૦ મુદ્દા માલ કબજે કરી ચાલક અનીલ રામચંદ્ર મોરે રહે. ૯૬૦, મોરારજી વસાહત ઉધના રોડ નંબર ૯, સુરત અને જીભમાં સવાર અન્ય એક ઇસમ ઉપેન્દ્ર રસિકભાઈ રાઠોડ રહે (૧) ૨૬૫, હસીનાપુર સોસાયટી સત્યનારાયણ સોસાયટી ની પાસે પુણાગામ સુરત (૨)૩૦૧, સહજાનંદ રેસીડેન્સી કામરેજ મૂળ રહે. રાજપીપળા રામજી મંદિરની સામે તાલુકો ગઢડા જીલ્લો ભાવનગર ની અટક કરી હતી આ દારૂ તેઓને સેલવાસ ખાતે રહેતા મિથુન નામના શખ્સ ભરી આપ્યો હતો અને નાના વરાછા સુરત ખાતે રહેતા હિતેશ નામના ઇસમ ને આપવાનો હતો વાંસદા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button